આજે જાણીલો આમળા ના આવા સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે

આમળાને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે વાળની સુંદરતા જાળવવા કરીએ છીએ. પરંતુ આમળા માત્ર વાળ અને ત્વચા જ નહીં પરંતુ સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામીલ સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન અને વિટામીન બી કોમ્પ્લેક્સ વગેરે પણ હોય છે. એટલું જ નહીં તેમાં હેલ્થી એન્ટી ઓક્સિડેન્ટ ગુણ પણ ભરપૂર માત્રામાં હોય છે. જો નિયમિત રૂપે તેને ડાયટમાં સામેલ કરવામાં આવે તો તેનાથી તમારી ત્વચા અને વાળ બંને હેલ્થી રહે છે. શરીરમાંથી ટોક્સિન્સ પણ સરળતાથી બહાર કાઢે છે. આ ફ્રિ રેડિકલ્સ સામે લડે છે, જેનાથી એજિંગની સમસ્યા થતી નથી. અસંખ્ય ગુણોથી ભરપૂર આ આમળાને દૈનિક ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. આવો જાણીએ કઇ રીતે.

આમળાના જ્યૂસનું કરો સેવન

આમળના સેવનનો સૌથી સરળ ઉપાય છે, તેના જ્યૂસનું સેવન કરવું. તમે આમળાને ધોઇને કાપી લો અને એક બ્લેન્ડરમાં રસ કાઢી લો અને થોડું પાણી ભેળવીને પી લો. તમે તે ગાજર, આદુ, બીટ, ફુદીનો વગેરેના જ્યૂસની સાથે પણ પી શકો છે.

કાપીને ખાવ

તમે ઇચ્છો તો તેને સિંધવ મીઠા સાથે કાપીને પણ ખાઇ શકો છો. જે લોકોને ખાટો અને અને કડવો સ્વાદ પસંદ છે, તે આમળાને આ રીતે ખાવું પસંદ કરે છે.

આમળાનું અથાણું

જો તમને અથાણું ખાવું પસંદ છે તો તમે આમળાનું અથાણું બનાવીને પણ ખાઇ શકો છો. આમળાનું અથાણું બનાવવા માટે લગભગ 10 મિનિટ પાણીમાં આમળાને ઉકાળો અને પાણી કાઢી તેને તડકામાં સૂકવો. ત્યાર બાદ તેને કાપી બીજ કાઢી નાખો. હવે રાઇનું તેલ, ક્રશ્ડ મેથી, વરિયાળી, કલોંજી, હીંગ, મરચું પાવડર, હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી આમળાના ટુકડાઓ તેમાં ઉમેરી દો. હવે તેને ભેળવી કાચની બરણીમાં ભરીને એક સપ્તાહ સુધી તડકામાં રાખો. તમારું અથાણું તૈયાર છે.

આમળાની ચટણી

રોટલીની સાથે આમળાની ચટણીનું સેવન બ્રેકફાસ્ટને હેલ્થી બનાવશે અને સ્વાદિષ્ટ પણ. એક બ્લેન્ડરમાં આમળાની સાથે ફુદીનો, કોથમીર, લસણ, લીલા મરચા, મીઠું નાખીને પીસી લો. તૈયાર છે તમારી આમળાની ચટણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *