જમ્મુ-કશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં જંગલોમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર કરી દેવાયાં અને પાંચ જવાનો પણ શહીદ થઇ ગયાં.જો કે હજી પણ સુરક્ષાબળોનું સર્ચ અભિયાન હાલમાં શરૂ છે. હજી પણ આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ હજી પણ છુપાયા હોવાંની આશંકા છે. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા કર્નલ રાકેશ કાલિયાએ જણાવ્યું કે કુપવાડાનાં હલમતપોરાનાં જંગલોમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે ગોળીબારીમાં ગંભીર રૂપથી એક ઘાયલ જવાન આજે શહીદ થઇ થઇ ગયો.સીમા રેખાને પાર કરીને આવ્યાં આતંકીઓ.કાલિયાએ જણાવ્યું કે કુપવાડા સ્થિત હલમતપોરાનાં જંગલોમાં મંગળવારનાં રોજ અંધારાને કારણે સુરક્ષાબળોએ તપાસ અભિયાન રોકી નાખ્યું હતું અને આજે તેને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું. બુધવાર સાંજે થયેલી અથડામણમાં બે પોલીસકર્મી અને સેનાનાં ત્રણ જવાનો ઘાયલ થઇ ગયાં. ઘાયલોની સારવાર કરવા માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં કે જ્યાં ઘાયલ જવાનોએ પોતાનો દમ તોડ્યો.
આ દરમ્યાન પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે જંગલમાંથી વધુ એક આતંકવાદીનો મૃતદેહ મેળવવામાં આવ્યો. આ સાથે જ અથડામણમાં મરનારા આતંકવાદીઓની સંખ્યા પાંચ સુધી પહોંચી ગઇ. મૃત પામનાર દરેક આતંકવાદી વિદેશી છે. તેઓએ જણાવ્યું કે આતંકવાદી નિયંત્રણ રેખાને પાર કરી ઘુસણખોરી કરનારા નવા સમૂહનો એક ભાગ છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ અથડામણમાં પોલીસકર્મીઓ એસપીઓ મોહમ્મદ યુસૂફ અને સેલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ દીપક થેસૂ શહીદ થયાં છે. સેનાનાં જવાન મોહમ્મદ અશરફ રાઠેર અને રણજીતસિંહે પોતાનો જીવ આપીને તેઓ શહીદ થયાં છે.