કોરોનાના આ કાળમાં ઘણા લોકોના સાચા ચહેરા બહાર આવ્યા છે. તો બીજી તરફ અમુક લોકોની મદદના કારણે તેમના સકારાત્મક ચહેરા જોવા મળ્યા છે. સોનુ સૂદ પણ આ લોકોમાંથી એક છે, જેમણે કોરોના કાળમાં સામાય જનતાની મદદ માટે પોતાના દરવાજા ખોલી દીધા. જી હા, લોકડાઉન દરમિયાના લોકોને ઘરે પહોંચાડવાની વાત હોય, કે પછી ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થાની વાત હો. સોનુ હંમેશા આગળ રહ્યા છે.
સોનુ સૂદને લઈને ફરી સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. જી હા સોનુનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થઇ ગયો છે. આ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જી હા આ શહેરની સરકારી હોસ્પિટલમાં આ પ્લાન્ટ સ્થાપી કરાયો છે. સોનુએ થોડા સમય પહેલા સૌને વચન આપ્યું હતું, કે વિદેશથી તે ઓક્સિજન પ્લાન્ટ્સ લાવીને દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાપિત કરશે. પ્રથમ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત થતા લોકો ભાવુક થઇ ગયા છે. અને રસ્તા પર ઉભા રહીને તાળીઓ સાથે સોનુનો આભાર માની રહ્યા છે.