અત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યાં છે. એવામાં માસ્ક તમારા દાંતને ખરાબ કરી શકે છે. જાણી લો કઈ રીતે.
ડેન્ટિસ્ટ માસ્કની સાથે ઓરલ હાઇજીનનું પણ ખાસ ધ્યાન રાખવાનું કહે છે.
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ સામાન્ય બેદરકારી તમારા દાંત ખરાબ કરી શકે છે. ચેન્નાઈના ડો. એ જણાવ્યું કે. ક્યારેક ક્યારેક લાંબા સમય સુધી કે પછી ડબલ માસ્ક પહેરી રાખવાથી મોઢું સૂકાઈ જાય છે અને ડિહાઈડ્રેશન થવા લાગે છે.
ડૉ. કહ્યું કે લોકો પોતાના મોઢેથી શ્વાસ લેતા હોય છે માસ્ક લગાવવાને કારણે શ્વાસ લેવાની ગતિ ધીમી થઇ જાય છે. તેને કારણે મોઢું સૂકાવા લાગે છે. માસ્ક લગાવ્યા બાદ લોકો ઘણીવાર પાણી પીવાનું અવગણતા હોય છે, જેને કારણે મોઢામાં અનેક નાના નાના બેક્ટેરિયા પેદા થવા લાગે છે જેને કારણે મોઢામાંથી વાસ આવતી હોય છે.મદ્રાસ ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલ જણાવે છે કે શ્વાસમાં દુર્ગંધ ત્યારે આવે છે જયારે લોકો લાંબા સમય સુધી પોતાનું મોઢું બંધ રાખે છે અને તે પોતાની લાળ ગળવાનું ભૂલી જાય છે. એવું એવા લોકોમાં સૌથી વધુ જોવા મળે છે જે વધુ સમય સુધી ICUમાં રહે છે.
માસ્ક લગાવવાને કારણે મોઢામાં દુર્ગંધ, દાંત કે પેઢામાં ગંભીર બીમારીઓ થઇ શકે છે. તેના પર વધુ સ્ટડીની જરૂર છે. જેમાં માસ્ક લગાવનાર લોકો અને માસ્ક ન લગાવનાર લોકો વચ્ચે તુલનાત્મક અધ્યયન જરૂરી છે. આ સમયે આવા અભ્યાસ સંભવ નથી કારણ કે માસ્ક વિના કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ ન ઉઠાવી શકાય.ડો. વિમલા જણાવે છે કે બ્રાઝિલના ડોક્ટરોએ આ તપાસ કરવા માટે એક ઓનલાઇન સર્વે કર્યો હતો કે શું લોકો મહામારી દરમ્યાન ડેન્ટિસ્ટ પાસે જઈ રહ્યાં છે. જર્નલ કોમ્યૂનિટી એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રીમાં છપાયેલી સ્ટડીમાં જણાવ્યા અનુસાર માસ્કની અસર ઓરલ હાઇજીન પર થઇ રહી છે.
સ્ટડી મુજબ માસ્કને કારણે લોકોની બ્રશ કરવાની આદત પણ ઓછી થઇ ગઈ છે જેને કારણે મોઢામાં દુર્ગંધના મામલા વધી ગયા છે. સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે લોકો દાંતના પીળા થઇ જવાની સમસ્યાથી પરેશાન છે કારણકે માસ્કને કારણે તેઓ બેદરકાર બની ગયા હતા કે હસતા સમયે તેમના દાંત લોકોને નથી દેખાતા. શોધકર્તાઓનું કહેવું છે કે ઓરલ હાઇજીનની દેખભાળ ન કરવાને કારણે દાંત પડી જવા, પેઢામાં સોજા અને પીરિયડોન્ટલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. માસ્ક લગાવવાની સાથે ઓરલ હાઇજીનનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, તેને માટે સમયે સમયે પાણી પીતા રહો અને મોઢું સારી રીતે સાફ કરતા રહો.જો તમે કપડાના માસ્કનો ઉપયોગ કરો છો તો તેને રોજ ધોવાનું રાખો.