ટ્યુનીશિયામાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોલિટિકલ હિંસામાં વધારો થયો છે. આવું જ એક વખત ફરી જોવા મળ્યું. એક મહિલા સાંસદને પાર્લિયામેન્ટમાં ડિબેટ દરમ્યાન હિંસાનો ભોગ બનવું પડ્યું. આ મહિલા સાંસદની સાથે હિંસાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સાહબી સમરા સ્વતંત્ર સાંસદ છે અને તે કોઇ પાર્ટી સાથે સંબંધ ધરાવતા નથી. વીડિયોમાં દેખાય છે કે તે પોતાની સીટ પરથી ઉઠ્યા અને અબીર મોઉસી નામની મહિલા સાંસદની પાસે જઇ તેને લાફો ચોડી દીધો. આવું તેમને કેટલીય વખત કર્યું અને સંસદમાં હાજર બાકીના નેતાઓને વચ્ચે પડવું પડ્યું હતું.
અબીર ટ્યુનીશિયા સરકાર અને કતર ફંડ ફોર ડેવલપમેન્ટની વચ્ચે થયેલા કરારને લઇ વિરોધ નોંધાવી રહ્યા હતા. તેમણે ફેસબુક લાઇવ કરતાં કહ્યું હતું કે ટ્યુનિશિયાના લોકો જુઓ, કેવી રીતે આ લોકો આપણા દેશને વેચવાની તૈયારી કરી રહ્યા છે. તેની થોડીક જ વારમાં સાહબીએ હુમલો કરી દીધો હતો.