દેશમાં ટુંક સમયમાં વધુ એક વેકસીનનું ઉત્પાદન શરૂ થઇ જશે. રશિયાની વિખ્યાત સ્પૂતનીક-પ વેકસીનને હિમાચલના બદ્રીમાં ઉત્પાદન માટેની મંજૂરી મળી ગઇ છે અને દેશની ફાર્મા કંપની પેનેસીયા બાયોટેકને વેકસીન બનાવવાની મંજૂરી મળી ગઇ છે.
કંપનીએ રશિયાના ગેમેલીયા સેન્ટર અને ભારતના ડ્રગ કંટ્રોલ લેબોરેટરીમાં સફળ રીતે વેકસીન ઉત્પાદનની ફોર્મ્યુલા મંજૂર કરાવી છે અને ટુંક સમયમાં સ્પૂતનીક-પનું ઉત્પાદન હિમાચલના બદ્રીમાં થઇ જશે. આમ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ બાદ હવે હિમાચલમાં પણ કોરોના સામેની વેકસીન બનશે. સ્પૂતનીક-પ વેકસીન હાલ ડો.રેડ્ડી લેબોરેટરી દ્વારા ભારતમાં આયાત કરવામાં આવે છે અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં આ વેકસીન આપવામાં આવે છે.
જેની કિંમત રૂા.1145 જેટલી છે અને ડો.રેડ્ડી લેબોરેટરી પણ ભવિષ્યમાં તે ઉત્પાદન કરશે તેમ માનવામાં આવે છે. પરંતુ ભારતમાં જે રીતે વેકસીનની સોલ્ટેજ છે તે જોતા સરકારે આયાત કરતાં સ્થાનિક ઉત્પાદનને વધુ મહત્વ આપવામાં આવ્યુ છે. પેનેસીયા ફાર્માની આ વેકસીનને હાલ ડો.રેડ્ડીની લેબોરેટરી દ્વારા જ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને પ્રથમ તબક્કે 25 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. સ્પૂતનીક-પને ભારતમાં એપ્રિલ મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી.