હવે ધોરણ 10-12ની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2021-22ના સત્રની ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ માટે એસેસમેન્ટ સ્કીમ જાહેર કરી છે. તે અંતર્ગત શૈક્ષણિક સત્રના 50-50 ટકા અભ્યાસક્રમ પ્રમાણે બે ભાગમાં વહેચવામાં આવશે.

તે હેઠળ પહેલી પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર અને બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાશે.CBSEએ કોરોના મહામારીની સ્થિતિને જોતા આ નિર્ણય લીધો છે.

વર્ષ 2022ની ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા યોજવા અંગે CBSEએ કહ્યું કે આંતરિક મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્કને વધારે વિશ્વસનીય તથા માન્યતા પ્રાપ્ત કરવાના પ્રયાસ યથાવત રહેશે. આ અગાઉ બોર્ડે આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પણ કોરોના મહામારીને લીધે રદ્દ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *