લોકસભામાં વિપક્ષ નેતા બની શકે છે રાહુલ ગાંધી

કોંગ્રેસમાં આવનારા કેટલાક દિવસોમાં મુખ્ય સ્તરે મોટા ફેરફાર થઈ શકે છે. સંગઠનથી લઈને રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે. પાર્ટીની અંદર ઉઠેલો બળવો તથા બીજા સહયોગી દળોના દબાણની વચ્ચે હવે પાર્ટી હવે પોતાને સક્રિય મુડમાં લાવતી જોવા મળી રહી છે.

સૂત્રો અનુસાર પાર્ટીમાં મોટા મોટા ફેરફાર માટે ત્રણ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યા છે.આ અંતર્ગત પાર્ટીને ગાંધી પરિવારની બહારથી અધ્યક્ષ મળી શકે છે. એટલા માટે વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. જે રાહુલ ગાંધી હજું પણ પરિવારમાંથી બહારના કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવાની વાત પર અડેલા છે. તેવામાં જો આ દબાણ બનેલું રહેશે તો પાર્ટી પોતાને તેના માટે તૈયાર કરી રહી છે.

આ સ્થિતિમાં રાહુલ ગાંધી પોતાને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે તૈયાર થઈ શકે છે. બીજો ફોર્મ્યૂલા પ્રમાણે સોનિયા ગાંધીને જ 2024 સુધી પૂર્ણકાલિક અધ્યક્ષ બનાવવા માટે પાર્ટી આગ્રહ કરી શકે છે. ત્રીજા ફોર્મ્યૂલા અંતર્ગત રાહુલ ગાંધી ફરી પાર્ટી અધ્યક્ષ બની શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યાનુંસાર રાહુલની પાસે પાર્ટી નેતૃત્વ કરવાનો સતત વિકલ્પ હતો પરંતુ તે પોતે આ પદ માટે તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *