કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં ઇાકમાં બંધક બનાયેલ 39 ભારતીયોના મોતની પુષ્ટિ કરી. રાજ્યસભામાં જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે એકદમ કઠણ હૃદયની સાથે સાચું, પરંતુ 3 વર્ષ બાદ 39 બંધક ભારતીયોના ઇરાકમાં મર્યાના સમાચારની હું પુષ્ટિ કરું છું. વિદેશ મંત્રીએ કહ્યું કે તમામ મૃત લોકોના ડીએનએ મળી ગયા છે. મૃતકોના શરીરને તેમના પરિવારને સોંપાશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે મેં ગયા વર્ષે જ ગૃહમાં કહ્યું હતું કે જ્યાં સુધી મને પાક્કી અને પ્રમાણભૂત માહિતી નહીં મળે ત્યાં સુધી હું ગુમ લોકોને મૃત જાહેર કરીશ નહીં. ગઇકાલે અમને ઇરાક સરકારની તરફથી માહિતી આપી કે 38 લોકોના ડીએનએ 100 ટકા મળી ગયા છે અને એક વ્યક્તિનું 70 ટકા સુધી ડીએનએ મળ્યું. જનરલ વી.કે.સિંહ માર્ટિયસ ફાઉન્ડેશનના સર્ટિફિકેટની સાથે તેમના નશ્વર દેહને લઇને આવશે. જહાજ 31 મૃતદેહ અમૃતસર, 4 મૃતદેહ હિમાચલ પ્રદેશ, અને પછી પટના અને કોલકત્તા જશે. મેં કહ્યું હતું કે પાક્કા પુરાવાની સાથે ક્લોઝર કરીશું. જ્યારે અમે પરિવારજનોને તેમના નશ્વર દેહની અસ્થીઓ સોંપીશું ત્યારે તેમના ક્લોઝર રિપોર્ટ સોંપીશું.