ડોક્ટર્સ ડે વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તે વિવિધ દેશોમાં જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે. ભારતમાં આપણે દર વર્ષે 1 લી જુલાઈએ (National Doctor’s Day 2021) ઉજવણી કરીએ છીએ.
US માં આ દિવસ 30 મી માર્ચે ઉજવાય છે, બ્રાઝિલ 1 ઓક્ટોબરે, કેનેડા 1 મેએ, ક્યુબામાં 3 ડિસેમ્બરે અને નેપાળમાં 4 માર્ચે આ દિવસ મનાવવામાં આવે છે.
ડોકટર્સ ડે દિવસની આપણે દેશમાં કેમ ઉજવણી કરીએ છીએ તે વિશે એક નજર નાંખીએ, જેના વિશે તમને કદાચ ખબર નહીં હોય.
ભારતમાં આ દિવસ સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની (Dr. Bidhan Chandra Roy) જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે.
તેમની માન્યતા હતી કે માત્ર એક સ્વસ્થ વ્યક્તિ, જે મન અને શરીરથી મજબૂત હોય છે તે જ ભારતની સ્વતંત્રતા એટલે કે સ્વરાજ પ્રાપ્ત કરવાનું સપનું જોઈ શકે છે.
મહિલાઓના કલ્યાણમાં પણ તેમનું યોગદાન અગત્યનું છે.
ડો. રોયે તમામ વર્ગ અને સમુદાયોની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિશે શીખવામાં મદદ મળી અને બદલામાં આગળ જ્ઞાનનો ફેલાવો થયો. તેમના મૃત્યુ પછી, જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઇચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું.
તેનું નામ તેમની માતા અઘોરકમિની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું.
ડોકટર્સ ડેની ઉજવણી માત્ર ડોક્ટર રોયના માન માટે જ નહીં, પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાક પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે.
ઈન્દિરા આઈવીએફના સીઈઓ ડો. ક્ષિતિજ મુર્દિયા કહે છે, “ડોકટરો ખાસ છે, અને આ વર્ષ એવું છે જ્યાં આપણે તેમને આપણા વાસ્તવિક જીવનના રિયલ હીરો તરીકે જોયા છે. ડૉક્ટર દિવસ એ નિઃસ્વાર્થ યોગદાન માટે તેમનો આભાર માનવાની તક છે.
તેઓ દર્દીઓની સેવામાં ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. કારણ કે વિશ્વ આ રોગચાળાથી ગ્રસ્ત છે