ભરૂચ જિલ્લાના છેવાડાના સાહોલ ગામના યુવાન ખેડૂતે પાણીમાં ડિઝાયનર પર્લની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે. આ આધુનિક ખેતી માટે તળાવ બનાવવામાં આવે છે અને ત્યાર બાદ પર્લની ખેતી કરવામાં આવે છે.
સુરતમાં જન્મેલા નીરવ પટેલે પોતાના વતન ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં ખેતીની જમીનમાં એક્વા ફાર્મિંગ આઠ વર્ષ પહેલા શરૂ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ 22 વર્ષની ઉંમરથી એક્વા ફાર્મિંગમાં નીરવ પટેલ લાગી ગયા હતા.
શરૂઆતમાં એક્વા ફાર્મિંગ ક્ષેત્રે નીરવ પટેલે મત્સ્ય ઉદ્યોગ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષ પહેલા એમના મગજમાં વિચાર આવ્યો કે એક્વા ફાર્મિંગમાં કંઈક નવું કરવું જોઈએ.આ વિચારને લઈને નીરવ પટેલે ઇન્ટરનેટ પર એક્વા ફાર્મિંગ માટેના નવા વિકલ્પની શોધખોળ શરૂ કરી હતી.
અંતે એમને પર્લ ફાર્મિંગ વિષય પર રસ દાખવ્યો હતો.પર્લ ફાર્મિંગ બિલકુલ એમના માટે નવો વ્યવસાય હોય જેના માટે એમણે રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી હતી