૫૦ વર્ષ જુના પુલ પર વરસાદી માહોલમાં માટીનું ધોવાણ થઇ જતા મસમોટું ગાબડું

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ભાવનગરથી અધેલાઈ તરફ જવાના માર્ગ પર નારી ગામ નજીકના રેલ્વે ટ્રેક ઉપરના ૫૦ વર્ષ જુના પુલ પર વરસાદી માહોલમાં માટીનું ધોવાણ થઇ જતા મસમોટું ગાબડું પડ્યું હતું. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે

ત્યારે આ જુના પુલ પર વહેલી સવારે મસમોટું ગાબડું પડી જતા રેલવેતંત્ર, નેશનલ હાઈવે ઓથોરીટી, અધિક કલેકટર અને પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

સૌપ્રથમ આ માર્ગ પરનો વાહન વહેવાર બંધ કરાવી અલગ અલગ માર્ગો પર ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. જયારે આ પુલ નીચેથી ટ્રેન પસાર થતી હોય વધુ કોઈ નુકશાની ન પહોચે અને રેલ્વે વ્યવહાર અટકી ના પડે તેની કાળજીને લઇ તાકીદે આ પુલના રીપેરીંગ અંગેની કાર્યવાહી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને વહેલી તકે આ પુલ પરનું ગાબડું રીપેર કરી ફરી વાહન વ્યવહાર યથાવત થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

જો કે આ પુલની બાજુમાં નેશનલ હાઈવેના ફોરલેન માર્ગનું નિર્માણનું કાર્ય શરુ હોય ત્યારે લોકો વહેલી તકે આ નવો હાઈવે કાર્યરત થાય એવી આશા રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *