મળતી માહિતી અનુસાર સોમવારે મોડી રાતે લગભગ 2.30 વાગે ડ્રોન જોવા મળ્યું હતું. જે થોડીવાર બાદ ગાયબ થઈ ગયું હતું. સુરક્ષાબળોનું આ ડ્રોન કુંજવાની, સુંજવાન અને કલચૂક વિસ્તારની પાસે જોવા મળ્યું છે. આર્મીને મોડી રાતે આ ડ્રોનની જાણકારી મળી હતી.
પહેલું રતાનુચેકમાં રાતે 1.08 વાગે, કુંજવાનીમાં 3.09 વાગે અને કુંજવાનીમાં સવારે 4.19 મિનિટે ડ્રોન જોવા મળ્યું. સેનાની તરફથી કોઈ ફાયરિંગ કરાયુ નથી પણ તપાસ ચાલુ છે. ડ્રોન ઉંચાઈ પર હતું એટલે 3 જગ્યાઓએથી જોઈ શકાતું હતું. એજન્સી તપાસ કરી રહી છે કે આ એક જ ડ્રોન હતું કે પછી 3 અલગ ડ્રોન હતા.
મળતી જાણકારી પ્રમાણે સોમવારે જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર 3 વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યું હતું. જો કે,સેના એલર્ટ હોવાને કારણે ડ્રોનને જોતા જ જવાનોએ 20થી 25 રાઉન્ડ ફાયર કર્યા હતા.ડ્રોન જોયા બાદ સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સૈન્યના જવાનો કેમ્પમાં અને તેની આસપાસની જગ્યા શોધી રહ્યા છે જ્યાં ડ્રોન પડી શકે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જો ડ્રોનને ગોળી ચલાવવામાં આવી હોત તો તે નીચે પડી હોય. તેથી તેની શોધ ચાલુ છે.