સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં નેક પાછળ કરાયેલા લાખોના ખર્ચને બહાલી આપવા મુદ્દે કેટલાક સિન્ડિકેટ સભ્યોએ નારાજગી દર્શાવી બહાલી આપવા ઇનકાર કરી દીધો હતો.
નેક ઇન્સ્પેક્શન અગાઉ બે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બ્યુટીફિકેશન, રંગ-રોગાન, ફર્નિચર રિપેરિંગ, મિસ્ત્રીકામ, લાદી-બારી રિપેરિંગ, સિવિલ પરચૂરણ કામગીરી, પડદા રિપેરિંગ સહિતના જુદા જુદા પરચૂરણ કામ પાછળ અધધ 94 લાખ રૂપિયા ખર્ચી નાખતા કેટલાક સિન્ડિકેટ સભ્યો નારાજ થયા છે.
નેકની આગતા સ્વાગતા માટે કરાયેલો ખર્ચો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છતાં યુનિવર્સિટીને ‘બી’ ગ્રેડ મળ્યો. આ તમામ બાબતો અવ્યવસ્થા, આંતરિક ખેંચતાણને કારણે થઇ હોવાનું અને યુનિવર્સિટીએ ગ્રેડ ગુમાવવો પડ્યો હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.
બ્યુટીફિકેશન, કલરકામ સહિતના જુદા જુદા કામથી યુનિવર્સિટીને બહારથી સુંદર દેખાડવા લાખો રૂપિયાનો ખર્ચ કરવા સામે પાછીપાની કરી ન હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર પ્લમ્બિંગ કામગીરી પાછળ જ 4.52 લાખનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત બ્યુટીફિકેશન માટે મગાવેલા જુદા જુદા છોડ પાછળ પણ 2.50 લાખથી વધુનો ખર્ચ કરાયો છે
