‘આપ’ની એન્ટ્રીથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન

ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે. AAPના આવવાથી ગુજરાતના લોકોને ચોક્કસ ત્રણ રીતે ફાયદો થશે.

સરકાર બચાવવા હવે ભાજપે લોકોનાં વધુ કામ કરવાં પડશે.કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ સક્રિય થતાં સરકાર હંમેશાં વિપક્ષના મુદ્દા પ્રત્યે સજાગ રહેશે. આમઆદમી પાર્ટીના ડરથી પણ શિક્ષણ, હેલ્થ, વીજળી જેવા મુદ્દે સરકારે દિલ્હી મોડલ જેવા લાભો આપવા પડશે.

ગુજરાતના રાજકારણ અને સત્તાકારણમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ વચ્ચે જ લડાઈ ચાલતી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યથી સંસદ સુધી ભાજપનો દબદબો જ ચાલી રહ્યો છે.

આ સમયે ગુજરાતમાં એકાએક આમઆદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી સાથે જ ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો બનવા લાગ્યાં છે, જેનો લાભ રાજ્યની પ્રજાને મળી શકે છે. એની સાથે મતદારોને ચૂંટણીમાં પણ એક વિકલ્પ મળી રહ્યો છે.

ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે. એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *