નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણમંત્રીએ સ્કૂલોની ફીને લઇને સ્પષ્ટતા કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે.
સંચાલકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમારે કાનૂની પગલા લેવા પડશે. શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.
તેથી સંચાલકો નવા સત્રની પૂરી ફી ઉઘરાવે છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જુની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે.
નવો નિર્ણય આવનારા સમયમાં લેવાશે. ત્યાં સુધી જુની ફોર્મ્યુલા લાગુ રહેશે. શિક્ષણમંત્રીના નિવેદન બાદ સંચાલકો મંડળના હોદ્દેદારોની ઓનલાઇન મીટિંગ યોજાઇ હતી.
જેમાં સ્પષ્ટતા કરાઇ છે કે શિક્ષણમંત્રીના ફી માફીના નિવેદન સાથે અમે સંમત નથી. વર્ષ 2020-21 માં અમે 25 ટકા ફી માફ કરી હતી.