ટિવટર અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી તનાતની છે. તેમાંય દેશના ખુદ આઈટી (માહીતી પ્રસારણ) મંત્રી રવિશંકર પ્રસાદનું ટવીટર એકાઉન્ટ ટવીટરે બ્લોક કરતાં હોબાળો મચી ગયો હતો અને સૌ કોઈ આમાં સરકાર અને ટવીટર વચ્ચેની દુશ્મની જોવા લાગ્યા પણ આ મામલે નવો ફણગો ફૂટયો છે.
રવિશંકરનું ટવીટર એકાઉન્ટ બ્લોક થવાનું કંઈક બીજુ જ કારણ બહાર આવ્યું છે. અને આ કારણ છે સોની મ્યુઝીક.રવિશંકર પ્રસાદનાં ટવીટ પર સોની મ્યુઝીકે ફરિયાદ કરી હતી.
આથી ટવીટરે કોપીરાઈટ એકટના ભંગને લઈને રવિશંકર પ્રસાદનું ટવીટર એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કર્યું હતું.આ ટવીટ 2017 નું છે.
જેમાં વિજય દિવસના અવસરે રવિશંકર પ્રસાદે કંઈ લખ્યુ અને વિડીયો પોસ્ટ કર્યો હતો. લ્યુપીન નામની વેબસાઈટ આ પ્રકારનાં કોપીરાઈટ રીકવેસ્ટ પર નજર રાખે છે.