વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાવ્યો

કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવાઈ રહ્યો છે.

8 વર્ષથી ચાલી રહેલ આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે આગામી 8 મહિનામાં આ સ્મૃતિવન લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની આત્માને શાંતિ મળે અને તેઓની યાદમાં મેમોરિયલ બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો.

અહીં ચેકડેમ, સનસેટ પોઇન્ટ, વોક-વે, મ્યુઝિયમ, વૃક્ષારોપણ, સોલાર પ્રોજેક્ટ, ગેટ, એલઇડી લાઈટ, પાર્કિગ અને રોડ-રસ્તા સહિતના વિકાસકામો પૂર્ણ થઈ ચૂક્યા છેફાળો એકઠો કરી ખુદ કાર્યકરોએ જ ખાડા પુર્યા ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં મેમોરિયલ પાર્કનું નિર્માણ છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ નિર્માણકાર્ય અંતિમ તબક્કામાંજોકે, એક માત્ર મ્યુઝિયમનું કામ હવે બાકી રહ્યું છે,

ત્યારે આ મ્યુઝિયમમાં ભૂકંપની ઝણઝણાહટી લોકો મહેસુસ કરી શકશે, ઉપરાંત ભૂકંપની ગોજારી તસવીરો, સેવાકીય કામગીરીનો ચિતાર પણ રજૂ કરાશે.

આ મ્યુઝિયમનું કામ હવે 8 મહિનામાં પૂર્ણ થાય તેવી ડેડલાઇન આપવામાં આવી છે, ત્યારે કચ્છના લોકો ભારે આતુરતાથી સ્મૃતીવન ખુલ્લું મુકાય તેની રાહ જોઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *