ગુજરાતના મહેસાણાના કડીમાં 17 વર્ષ પહેલાં થયેલી 4 હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી મહિલા આરોપીની ધરપકડ કરી

ગુજરાતના મહેસાણાના કડીમાં 17 વર્ષ પહેલાં થયેલી 4 હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી મહિલા આરોપીની ધરપકડ કરી છે.

આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને મંદિરમાં લૂંટ કરી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતી આ મહિલાનું નામ છે રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવ.

આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને વર્ષ 2004માં કડીમાં ઉટવા ગામની સિમમાં આવેલા મહાકાળી મંદિર માં NRI ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકનું ગળું કાપી રૂ 10 લાખનો મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ગયા વર્ષે ગુજરાત ATSએ મહિલાના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંહ યાદવની ધરપકડ કરી હતી.આ મહિલા આરોપી પણ પતિની જેમ પોતાનું નામ બદલીને સરોજ નામથી દિલ્હીમાં રહેતી હતી.ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી 17 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી છે.

આરોપી દંપતી 2004માં હત્યા કર્યા બાદ ગુજરાત છોડી ભાગી ગયા હતા. આરોપીને પકડવા જેતે સમયે સરકારે 51 હજારનું ઇનામ પણ જાહેર કર્યુ હતુ.ગોવિંદ અને તેની પત્ની રાજકુમારી ગુજરાત પોલીસના ઈતિહાસ એવો સૌ પ્રથમ આરોપી હતા જેને પકડવા માટે ઇનામ જાહેર થયુ હતુ.

બનાવ ના 17 વર્ષ બાદ પોલીસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલી રહે છે.

રાજકુમારી ચાની દુકાન ચલાવે છે. જ્યારે તેનો પતિ કોન્ટ્રાક્ટર હતો.પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે કે આ દંપતી 2004 માં ગુજરાતમાં આવ્યા પછી પેહલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહયો હતો અને ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો.

આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસીની અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યાર બાદ દિલ્હીમાં રહેવા લાગયો હતો.નોંધનીય છે કે આ દંપતી પોલીસથી બચવા જુદા જુદા રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *