અમદાવાદથી પસાર થતી ૧૮ ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં મુસાફરો ઘટી જતા આ ટ્રેનો અગાઉ બંધ કરી દેવાઇ હતી. કોરોનાના સમયગાળામાં મુસાફરો ન મળતાં રેલવે વિભાગે આ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારોએ પણ નિયમો કડક કરી દેતાં મુસાફરોએ નિયમો અને કોરોના થવાના ડરને પગલે મુસાફરી જ ટાળી દીધઈ હતી.
હવે કોરોનાના કેસો ઘટતાં ફરી રેલવેએ ટ્રેનો દોડાવવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કેસો હાલમાં ઘટી રહ્યાં છે ત્યારે ફરી મુસાફરો વધવાની રેલવેને આશા છે.અમદાવાદ-મુંબઇ -અમદાવાદ શતાબ્દી, હાપા-મડગાંવ-હાપા, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, ભાવનગર-કોચુવેલી-ભાવનગર, પોરબંદર-કોચુવેલી-પોરબંદર, પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર, મહુવા-બાન્દ્રા ટર્મિનસ-મહુવા, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની ટ્રેનો ફરીથી ચાલુ કરાઇ છે.