૨૪ જુન ૨૦૨૧ ગુરૂવારને પુર્ણિમા વટ સાવિત્રી વ્રત

પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને વડની પૂજા કરી હતી વડની પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્યની કામનાઓ કરી હતી.

વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે.

આમ, તો વ્રતની તિથિને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મત છે.

પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.

વટ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે.

પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે.

એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે.

એટલે વડ નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી સર્વમનોકામના પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *