એક્ટ્રેસે તેના બાળપણનો ફોટો શેર કર્યો, લખ્યું- મને લાગ્યું કે મારી માતા મને ચાલવાનું શીખવી રહી છે, કોણે ખબર હતી કે હું ઉડવાનું શીખીશ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની સ્ટોરી પર બે પોઝિટિવ નોટ શેર કરી છે.

તેમાંથી એક પર તેણે પોતાના બાળપણનો ફોટો મૂક્યો છે.

ગયું વર્ષ રિયા માટે મુશ્કેલીઓથી ભરેલું હતું.

તેણે ન માત્ર પોતાનો બોયફ્રેન્ડ સુશાંત સિહ રાજપૂતને ગુમાવ્યો, પરંતુ એકલા હાથે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો.

તેના પર ડ્રગ્સનું સેવન કરવાનો અને પૈસાની લેવડદેવડને લઈને ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે.

રિયા ચક્રવર્તીએ નોટમાં લખ્યું,

‘અને બસ આવી જ રીતે … તેણીએ તોફાનનો સામનો કર્યો, હકીકતમાં સવાર પહેલા અંધારું હોય છે’.

તો બીજી પોસ્ટમાં તેણે પોતાના બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યું,

‘મને લાગ્યું કે મારી માતા મને ચાલવાનું શીખવી રહી છે, કોણે ખબર હતી કે હું ઉડવાનું શીખીશ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *