ભોજનની સાથે સાથે સલાડનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે.
જે લોકો ફિટનેસ માટે સ્પેશિયલ ડાયટ ફોલો કરે છે, તે પણ સલાડનો ઉપયોગ વધુ કરતા હોય છે.
સલાડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે.
તે ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકા તેમજ શરીરમાં પોષણ માટે ખૂબ સારું છે.
જોકે સલાડનું નામ આવે એટલે કાકડી અને ટામેટા જ યાદ આવે છે.
વધુ પડતા લોકો સલાડમાં કાકડી અને ટામેટ પીરસતા હોય છે.
સલાડમાં પીરસાયતા કાકડી અને ટામેટા આરોગ્ય માટે ખૂબ સારા હશે પરંતુ બન્નેને સાથે ખાવાથી તે ઘાતક સાબિત થઈ શકે છે અને શરીરને નુકસાનદાયક પણ છે.
વિશેષજ્ઞોના મતાનુસાર કાકડી અને ટામેટા એક સાથે ખાવાથી પાચનતંત્રને નુકસાન પહોંચે છે.
કાકડી અને ટમેટા એક સાથે ખાવાથી ગેસ થવો, પેટ ફૂલવું, પેટમાં દુ:ખાવો થવો, થાક અને અપચા જેવી બીમારીઓ થઈ શકે છે.
કારણકે કાકડી અને ટામેટાના પોષક તત્વો અને ગુણધર્મ અલગ અલગ છે.
કાકડી ફટાફટ પચી જાય છે અને ટામેટાને પાચન થવામાં થોડો સમય લાગે છે.
તેના કારણે પેટમાં એક એસિડ બને છે અને જેનાથી પેટ સંબંધિત અનેક રોગો થાય છે.
આથી કાકડી અને ટામેટાનું સેવન સાથે ટાળવું જોઇએ.