પાંડેસરા વિસ્તારમાંથી હત્યા કરાયેલી બાળકીની લાશ મળ્યાના એક અઠવાડિયા પછી પોલીસ હજુ સુધી એ બાળકીની ઓળખ કરી શકી નથી. ત્યાં વળી પાંડેસરાની નજીક સચિનમાં 3 વર્ષની એક બાળકી પર દુષ્કર્મ કરતા વધુ એક વખત પોલીસ દોડતી થઈ ગઈ હતી.સચિનમાં ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી જઈ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાની જાણ થતા લોકોએ યુવકને પકડી માર માર્યો હતો અને પોલીસ હવાલે કરી દીધો હતો.સુરતમાં આવેલા સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઈન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવી પરિવાર રહતા હતા. પરિવારની ત્રણ વર્ષની બાળા ગત રોજ રાત્રે 9 વાગ્યા આ ઘરની બહાર રમતી હતી. ત્યારે મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ નામનો 24 વર્ષીય યુવાન બાળાને ઉઠાવી ને લયી ગયો હતો.અને સિક્યુરિટી ગાર્ડે પૂછતા કહ્યું હતું કે, તેના પિતાને આપવા જઈ રહ્યો છુ. અને થોડીજ વારમાં બાળાના પિતા આવ્યા હતા. અને સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે, તેરી લડકી કો મહેન્દ્રસિંહ લેકે ગયા હે તુજે મીલી ક્યાં જેથી બાળાના પિતા ઘરે દોડ્યા હતા. જ્યાં દીકરી મળી ન હતી. જેથી મહેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળા ન મળતા હતાશ થઈને ત્યાં બેસી ગયા હતા. જોકે ત્યારબાદ થોડીવારમાં મહેન્દ્રના ઘરના ધાબા પરથી બાળાનો રડવાનો અવાજ આવ્યો હતો.ધાબા પર બાળાનો રડવાનો અવાજ આવતા પિતા ધાબા પર ગયા હતા. જ્યાં અંધારામા મહેન્દ્રસિંહ અને બાળા બંને મળી આવ્યા હતા. જોકે,ત્યારે મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. બાળાને પિતાએ ખોળામાં લેતા લોહીલુહાણ મળી આવી હતી. ત્યારબાદ પિતા બાળાને લઈને કંપનીના માલિક પાસે પહોંચ્યા હતા. પોલીસને જાણ કરી હતી. દરમિયાન લોકો એકઠાં થઈ ગયા હતા. મહેન્દ્રસિંહને શોધી મેથીપાક આપ્યો હતો. પોલીસ આવતા સોંપી દીધો હતો. બાળાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં બાળાના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી ગાયનેક વિભાગમાં રેફર કરવામાં આવી હતી. હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે.