23 જૂને મનાવશે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ

23 June એ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ એ, સંયુક્ત રાષ્ટ્રનો એક વિધવાઓ અંગેનો જાગૃતિ દિવસ છે.

જેમાં પતિના મરણ બાદ વિધવા મહિલાઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવે છે.

આ આંતરરાષ્ટ્રીય દિવસ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ માં દર વર્ષે 3 May ના રોજ રાષ્ટ્રીય વિધવાઓ નો દિવસ પણ મનાવવામાં આવે છે.

રાષ્ટ્રીય વિધવા દિવસ હોય કે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ હોય, બંને દિવસ વિધવાઓની સમસ્યાઓ ઉજાગર કરવા અને તેમના જીવનના પડકારો સામે લડવામાં, લોકોને વિધવાઓને મદદ કરવા પ્રોત્સાહિત કરવા માટે વિધવાઓને સમર્પિત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ થીમ 2021

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 2021 ની થીમ “અદ્રશ્ય મહિલાઓ, અદૃશ્ય સમસ્યાઓ” (Invisible Women, Invisible Problems) છે.

જીવનસાથી તે છે જે એકબીજાના દુ:ખમાં ભાગ લે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં સાથ આપે.

પરંતુ જ્યારે એક પતિ દુનિયામાંથી વિદાય લઈ જાય છે, ત્યારે પત્ની તમામ દુ:ખો સહન કરવા માટે સમાજમાં એકલી પડી જાય છે અને તેના પતિના ગયા બાદ તેના તમામ દુ:ખો સમાજમાંથી અદ્રશ્ય થઈ જાય છે.

વિવિધ સમાજ-ધર્મમાં તો વિધવાઓને અમુક વિશેષ અધિકારોથી પણ વંચિત રાખવામા આવે છે.

એટલા માટે વિધવા દિવસ 2021 ની આ થીમ, આવી વિધવા મહિલાઓની મુશ્કેલીઓને સમાજમાં ઉજાગર કરવાનું કામ કરશે.

આ દિવસ ઉજવાવનો ઉદ્દેશ્ય એ છે કે નીતિ નિર્માતાઓ (Policy Makers) એ વિધવા મહિલાઓને લઈને અત્યાર સુધી કોઈ વિશેષ વિચારણા નથી કરી.

મોટા ભાગની પોલિસી આમ નાગરિકો, મજૂરો, બેરોજગાર યુવાઓ અને સમાજના અન્ય પીડિત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *