રાજ્ય સરકારની સૂચના બાદ પાણીમાં કોરોનાના અંશ શોધી કાઢવા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી સહિતના અલગ અલગ સ્થળોએથી અગિયાર જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે.
જે સેમ્પલો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
પાણીમાંથી કોરોનાના અંશો શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
જેના પગલે પાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત તાપી નદીમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
ઉપરાંત ડ્રેનેજમાંથી પણ સેમ્પલો લેવાયા છે.
જે સેમ્પલો પાલિકાએ તપાસ અર્થે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે મોકલી આપ્યા છે. ત્યા
રે હવે મનપા દ્વારા રિપોર્ટની હાલ તો રાહ જોવાઈ રહી છે.