રાજ્યમાં કોરોના મહામારીમાં માસ્ક પહેર્યા વિના બહાર ફરતા લોકો સામે ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ રૂપિયા 1000 નો દંડ વસુલ કરવામાં આવતો હતો
ત્યારે આ દંડની રકમ હવે ઘટાડીને 500 રૂપિયા કરવા રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહી પહેરવા બદલ દંડ રૂ. 1,000થી ઘટાડીને રૂ.500 કરવા ગુજરાત હાઈકોર્ટ અનુરોધ કરવા રાજ્ય સરકાર સંબંધિત વિભાગને સૂચના આપી છે.
આ પહેલા 10 મહિના અગાઉ મુખ્યમંત્રીએ જ માસ્ક વિના ફરતા લોકોને ખૂબ ઊંચો દંડ ન કરવો જોઇએ એવું કૂમળું મન રાખીને લોકોને દંડ નો કોરડો વીંઝાય નહીં એ માટે આખા રાજ્યમાં એક જ ધોરણ અનુસાર 200 રૂપિયાનો દંડ જ લેવો એવો હુકમ કર્યો હતો.
જોકે એ પછી દંડની રકમ વધારીને 500 રૂપિયા કરતા હતી.
જોકે એ પછી હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે પોતાની દંડસંહિતા બદલીને એમાં 1000 રૂપિયાની જોગવાઈ કરી હતી અને ત્યારબાદ આખા રાજ્યમાં 7 મે સુધીમાં રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યો હતા અને કુલ 32.32 લાખ કેસ કરવામાં આવ્યા હતા.
