ભારતે ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા

તાજેરતમાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની બેઠકનું આયોજન થયું હતું.

જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો.

આતંકવાદ સહિતના અનેક મુદ્દાઓ પર મળેલી આ બેઠકમાં ભારતે ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.

UNHRC દ્વારા ઘોષિત અને ખૂંખાર આતંકવાદીઓને પેન્શન અને સલામત આશ્રય આપવા પર ઇસ્લામાબાદને નવી દિલ્હીએ સંભળાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદને મદદ કરવા અને વધારવા માટે જવાબદાર ગણવામાં આવે.

આ બેઠકમાં પાકે આપેલા વક્તવ્યનો જવાબ ભારત વતી સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન કુમાર બાધેએ આપ્યા હતા.

તેમણે કહ્યું કે આ દુ: ખની વાત છે પાકિસ્તાને ફરી એક વખત ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને નિરાધાર આક્ષેપો કર્યા છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન ફક્ત આ કાઉન્સિલનું ધ્યાન તેમના દેશના માનવાધિકારની દયનીય સ્થતિથી બદલવા માટે કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *