આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલને કારણે નાની ઉંમરમાં જ મોટાભાગના લોકોને ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે.
જો તમે તેને રોકવા માંગતા હોવ તો પહેલાંથી જ આ 1 ઉપાય કરવાનું શરૂ કરી દો.
ખરાબ લાઈફસ્ટાઈલને કારણે નાની ઉંમરમાં જ ચહેરા પર દેખાય છે કરચલીઓ
તેને રોકવા માંગતા હોવ તો પહેલાંથી જ આ 1 ઉપાય કરો
મહિલાઓ અને પુરૂષો બધાં માટે છે કારગર
આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં પણ લોકોને ચહેરા પર કચરલીઓ થવા લાગે છે.
પ્રદૂષણ, ખરાબ ડાયટ અને સ્કિનની કેર ન કરવાને કારણે આવું થાય છે.
જેના માટે અમે તમને એક એવો ઉપાય જણાવીશું,
જેને નિયમિત કરી લેવાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે અને સ્કિન 40 કે 50ની ઉંમરમાં પણ એકદમ ટાઈટ દેખાશે.
આ ઉપાય માટે જરૂરી સામગ્રી
આ મેજિકલ પેસ્ટ બનાવવા માટે તમારે 1 ચમચી મુલ્તાની માટી, 1 ચમચી ગુલાબજળ અને અડધી ચમચી મધની જરૂર પડશે.
આમ તો મોટાભાગના લોકોના ઘરમાં આ વસ્તુઓ હોય જ છે.
આ રીતે તૈયાર કરો પેસ્ટ
સૌથી પહેલાં એક બાઉલ લઈને તેમાં મુલ્તાની માટી, ગુલાબજળ અને મધ મિક્સ કરી દો.
પછી આ પેસ્ટ વધુ પાતળી થઈ જાય તો તેમાં થોડી મુલ્તાની માટી ઉમેરી દો.
ત્યારબાદ આ પેસ્ટને 10-15 મિનિટ માટે એક બાજુ મૂકી દો.
ઉપયોગ કરવાની રીત
સૌથી પહેલાં ચહેરો ફેસવોશથી વોશ કરી લો.
પછી આ પેસ્ટ ચહેરા પર લગાવીને 2-3 મિનિટ હળવા હાથે મસાજ કરો.
ત્યારબાદ આ પેસ્ટ 30 મિનિટ લગાવી રાખો.
જો પેક અડધાં કલાક પછી ડ્રાય થઈ જાય તો તેના પર ગુલાબજળ લગાવો.
પછી પાણીથી પેક ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2-3વાર કરો.
જે લોકો ચહેરા પર કરચલીઓ વધી ગઈ હોય તેઓ રોજ પણ આ ઉપાય કરી શકે છે.
આ ટિપ્સ પણ જાણી લો
• રોજ 8-10 ગ્લાસ પાણી પીવો
• સ્કિનને ટાઈટ કરવા માટે ફેસિયલ એક્સરસાઈઝ કરો
• ક્લીઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ કરો
• સપ્તાહમાં 1-2વાર સ્ક્રબ કરો
• ડાયટમાં ફળો, લીલાં શાકભાજી, ડ્રાઈ ફ્રૂટ્સ, બીન્સ જેવી હેલ્ધી વસ્તુઓ ખાઓ
• દારૂ, સિગરેટ, પાન મસાલા, ફાસ્ટ ફૂડ્સ, જંક ફૂડ્સ, કેફીન, કોલ્ડ ડ્રિંક્સનું સેવન ટાળો.