કેનેડાની સર્વોચ્ચ અદાલતમાં સૌપ્રથમ અશ્વેત ન્યાયધીશનો વિક્રમ પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ ભારતીય મૂળના એડવોકેટ શ્રી મહમુદ જમાલને નિમણુંક આપી

કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ તરીકે ભારતીય મૂળના એડવોકેટ શ્રી મહમુદ જમાલને નિમણુંક આપી છે.

તેથી હવે કેનેડાની સર્વોચ્ચ અદાલતમાં સૌપ્રથમ અશ્વેત ન્યાયધીશનો વિક્રમ ભારતીય મૂળના એડવોકેટ શ્રી મહમુદ જમાલના નામે સર્જાશે .

શ્રી મહમુદ જમાલનો જન્મ કેન્યામાં થયો હતો .

તેમનો પરિવાર ભારતીય મૂળનો છે. તેઓ કેન્યાથી બ્રિટન આવી ગયા હતા.

તથા બાદમાં 1981 ની સાલમાં કેનેડામાં સ્થાયી થયા હતા. જ્યાં શ્રી મેહમુદે હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો.

તથા આગળ જતા ટોરંટો યુનિવર્સીટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી

તેમજ લો ડિગ્રી મેકગિલ યુનિવર્સીટીમાંથી મેળવી હતી.તેમજ યેલ યુનિવર્સીટીમાંથી માસ્ટર ઓફ લો ની પદવી મેળવી હતી.

તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *