ઈરાનના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિની ન્યૂક્લિયર ડીલ મામલે ચેતવણી
ઈરાનના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીએ વૈશ્વિક તાકાતો સાથે વર્ષ 2015ની ન્યૂક્લિયર ડીલ પૂર્વવત્ બનાવવા માટેના વિચારને આવકાર્યો છે.
જોકે તેમણે જણાવ્યું હતું કે આ ડીલ ત્યારે જ શક્ય બની શકશે જો તેમાં ઈરાનના હિતને પ્રાથમિકતા આપવામાં આવશે.
ગત શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં વિજયી થયેલા ઇબ્રાહીમ રઈસીએ પોતાની પ્રથમ પત્રકારપરિષદમાં કહ્યું હતું
તેઓ વિયેના ખાતેની વાતચીતમાં વધુ મોડું થવાની મંજૂરી નહીં આપે.
નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલાં અમેરિકા દ્વારા બહાર નીકળી જવાને લીધે આ અણુકરાર ભાંગી પડવાના આરે છે.
આ ડીલમાંથી પીછેહઠ કર્યા બાદ અમેરિકાએ ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદી દીધા હતા.
એ બાદ ઈરાન અણુશસ્ત્રો વિકસાવે તે અંગેના જોખમને ઘટાવડા માટે તૈયાર કરાયેલી સમજૂતીની શરતોના ભંગ થકી ઈરાને પણ પ્રતિકાર કર્યો હતો.
જોકે, ટ્રમ્પ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો ઈરાન શરતોના સંપૂર્ણ પાલન માટે સંમત થાય તો તેઓ ફરીથી આ ડીલમાં જોડાઈ જશે અને તમામ નિયંત્રણો પણ હઠાવી લેશે.
જોકે આ અંગે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ પહેલ કરે તેવું ઇચ્છી રહ્યું છે.