પ્રખ્યાત ઇ કોમર્સ કંપની એમેઝોન(Amazon) ના માલિક જેફ બેઝોસ સામે 56,000 લોકોએ પીટીશન સાઈન કરી છે.
એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ પર જવાની તૈયારી કરી રહ્યા છે.
તેણે 7 જૂને જાહેરાત કરી છે કે તે 20 જુલાઈએ પોતાના ભાઈ સાથે અંતરીક્ષ યાત્રા પર જશે.
જે અંતરીક્ષમાં જનારા જેફ બેઝોસ સામે 56,000 થી વધુ લોકોએ પીટીશન ફાઈલ કરી, જેનું કારણ રસપ્રદ છે.
એમેઝોન(Amazon) ના માલિક જેફ બેઝોસ(Jeff Bezos) સામે પીટીશન સાઈન કરનાર 56,000 થી વધુ લોકો ઈચ્છી રહ્યા છે કે તે અંતરીક્ષમાંથી પૃથ્વી પર પાછા ન આવે.
જ્યારે સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના માલિક બેઝોસે તેના ભાઈ માર્ક બેઝોસ સાથે અંતરીક્ષમાં જવાની (Jeff Bezos Space Plan) જાહેરાત કરી હતી,
ત્યાર પછીના ત્રણ દિવસમાં બે પીટીશન દાખલ કરવામાં આવી હતી.
આ પીટીશનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બેઝોસને ફરીથી પૃથ્વી પર પાછા ફરવા દેવો જોઈએ નહીં.
માત્ર 10 દિવસમાં હજારો ફોલોઅર્સ પીટીશન બનાવાનારના આ અભિયાનમાં જોડાયા. 56,000 લોકોએ આ પીટીશન ફાઈલ કરી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે જેફ બેઝોસ(Jeff Bezos) અંતરીક્ષમાં જાય એ પછી પૃથ્વી પર પાછા ન આવે.
સૌથી વધુ લોકપ્રિય બનેલી પિટિશનમાં 39,000 થી વધુ લોકોએ સાઈન કરી છે.
આ પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે “અબજોપતિએ પૃથ્વી પર અથવા અંતરીક્ષમાં રહેવું જોઈએ નહીં,
પરંતુ તેઓએ ત્યાં જ રહેવું જોઈએ તે પછી નક્કી કરવું જોઈએ.’
