અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજ ખુલ્લો મુકશે.અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ લમાં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી.
અને ત્યારે બાદ ૫ વર્ષે આ બ્રિજનું એક નિર્માણ પૂર્ણ થયું છે જો કે જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.