રાજકોટ ખોડલધામ ટ્રસ્ટમાં વધુ એક વખત વિખવાદ થયો છે.ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપી દેતાં નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી લીધી છે. ગજેરાએ એકાએક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.યુવાઓમાં નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા લોકોમાં થઇ રહી છે
ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ લેતું નથી, ત્યારે પરેશ ગજેરાના રાજીનામાથી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ટ્રસ્ટીઓની મીટિંગમાં જ પરેશ ગજેરાએ મૌખિક રાજીનામુ આપ્યું છે. રાજીનામું આપવા પાછળ પરેશ ગજેરાએ અતિવ્યસ્ત હોવાનું કારણ આગળ ધર્યું છે. છતાં પણ ગજેરાના રાજીનામાથી અનેક તર્ક – વિતર્ક શરૂ થયા છે. અગાઉ નરેશ પટેલે પણ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સમાજની માંગણીને માન આપીને રાજીનામું પરત ખેંચી લીધું હતું. હવે બંને હોદ્દાઓ પર નરેશ પટેલ મંદિરની જવાબદારી સંભાળશે.