ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.
ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆત કરી છે. ઇસુદાન સુરતની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યા તેમને કાર્યકર્તા અને લોકોનો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા ને અલવિદા કહી રાજકારણમાં જોડાઈ ચુક્યા છે .ઈશુદાન ગઢવી આપ પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ઇસુદાન આપમાં જોડાયા બાદ તેમણે પોતાના રાજકારણની શરૂઆત સુરતથી કરી છે.બુધવારે તેઓ સમગ્ર દિવસ દરમિયાન સુરતની મુલાકાતે રહ્યા હતા. ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથે સૌ પ્રથમ સુરત વરાછા ખાતે આવેલ તક્ષશીલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ 22 બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા