બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતોના નવા વિશ્લેષણમાં પ્રથમવાર તે તારણ સામે આવ્યું છે કે કોવિડ-19 વેક્સિનના બે ડોઝ કોરોના વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ બી.1.617.2 ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી.
વેક્સિન સંક્રમણ ગંભીર બનતું રોકવામાં મદદ કરે છે. વાયરસના ડેલ્ટા સ્વરૂપની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઈ હતી.
ફાઇઝર/બાયોએનટેક રસીના ડોઝ 96 ટકા અસરકારક
કોવિડ-19 ના ચિંતાજનક સ્વરૂપો (વીઓસી) નું નિયમિત રૂપથી વિશ્લેષણ કરી રહેલ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (પીએચઈ) એ સોમવારે કહ્યું કે, નવા વિશ્લેષણ તે સાબિત કરે છે કે ફાઇઝર/એનબાયોટેક રસીના બે ડોઝ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં 96 ટકા અસરકારક છે. તો ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની રસી હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં 92 ટકા અસરકારક છે.