16 જૂને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની જિનેવામાં મુલાકાત થશે.
આ બાઇડેન અને પુતિનની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બન્ને દેશોના આપસી સંબંધ સૌથી ખરાબ ચાલી રહ્યાં છે. તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે રશિયાએ હાલમાં અમેરિકાને એવા દેશોની યાદીમાં મુકી દીધું છે, જેની સાથે તેના મિત્રતાપૂર્ણ સંબંધ રહ્યાં નથી. આ પ્રકારના સંબંધોને અનફ્રેન્ડલી સ્ટેટનું નામ આપવામાં આવે છે. એટલું જ નહીં બન્ને દેશોમાં કોઈ રાજદૂત નથી. આવો જાણીએ આ બન્ને દેશો વચ્ચે કઈ રીતે સંબંધો ખરાબ થયા. બન્ને નેતાઓની મુલાકાતથી રશિયા અને અમેરિકાના કૂટનીતિક સંબંધોમાં સુધાર થશે.
વાર્તા માટે જિનેવાની પસંદગી
બન્ને નેતાઓનું આ પ્રતીકાત્મક રૂપથી સંમેલન ખુબ મહત્વનું છે. તેમણે કહ્યું કે, પુતિનની સાથે બાઇડેનની થનારી બેઠક પર બધાની નજર છે. વાર્તા માટે જિનેવાના સ્થાનની પસંદગી કરવી ખુબ મહત્વની છે. આ અંગે વાત કરતા પ્રોફેસર પંતે કહ્યુ કે, શીત યુદ્ધ દરમિયાન 1985માં પ્રથમવાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને પૂર્વ સોવિયત નેતા મિખાઇલ ગોર્બાચોવની મુલાકાત થઈ હતી. આ સ્થાન શીત યુદ્ધની યાદ અપાવે છે. પરંતુ તેમણે કહ્યું કે, તે વાતની સંભાવના ઓછી છે કે આ મુલાકાતમાં બન્ને નેતા વચ્ચે કોઈ વ્યક્તિગત તાલમેલ દેખાશે અને રાજનીકિત માહોલ શાંત થશે. આશા કરવામાં આવી રહી છે કે બન્ને નેતાઓ વચ્ચે લાંબી વાર્તા થવાની છે. પુતિન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનની સમાન દેખાવા ઈચ્છે છે. તે પોતાની શરતો પર સન્માન ઈચ્છે છે. તે પોતાની તાકાત દેખાડી શક્તિશાળી નેતાઓના સમૂહમાં બન્યા રહેવા ઈચ્છે છે.