યુરોપિયન યુનિયન ખાતેના ચાઇનીઝ મિશને મંગળવારે ચીનને ‘સુરક્ષા માટે પડકાર’ ગણાવતા NATOના નિવેદનને ફગાવી દીધું હતું.
ચાઇનીઝ મિશને જણાવ્યું હતું કે, વાસ્તવમાં ચીન શાંતિ માટે સક્રિય છે, પણ તેને ડરાવવામાં આવશે તો એ પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે. ચીનની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ચીનના શાંતિ પ્રયાસો માટે NATOનું નિવેદન નિંદનીય છે. તે આ વૈશ્વિક સંગઠનની આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને પોતાની ભૂમિકાને સમજવાની અક્ષમતા દર્શાવે છે.
ઉપરાંત, તે ‘કોલ્ડ વોર’ માનસિકતા અને સંગઠનાત્મક રાજકીય માનસિકતા પણ સૂચવે છે. NATOના સાથી પક્ષોએ સોમવારે અમેરિકા સાતે મળી સામૂહિક રીતે ચીનને ઠપકો આપ્યો હતો અને એ દેશને ‘સુરક્ષા સામે સતત પડકાર’ ગણાવ્યો હતો. વોશિંગ્ટને ચીનને ખાસ કરીને સાઉથ ચાઇના સી માટે જોખમી ગણાવ્યું હતું.