કોરોનાવાયરસની ઉત્પત્તિ વિશે સમગ્ર દુનિયાના નિશાના પર આવેલા ચીને ફરી એક વખત પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કોરોનાની ઉત્પત્તિ વિશે સૌથી વધારે ચર્ચામાં રહેલા ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકોએ દુનિયાના આરોપોને નિરાધાર ગણાવ્યા છે.
ચીનની ‘બેટ વુમન’ નામથી પ્રખ્યાત વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ કહ્યું હતું કે દુનિયા નિર્દોષ વૈજ્ઞાનિકો પર કોઈપણ આધાર વગર કીચડ ઉછાળી રહી છે. વુહાન લેબથી કોરોનાવાયરસની ઉત્પત્તિનો દાવો નિરાધાર છે.