કોરોનાની મહામારી વચ્ચે કણકોટના યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

કોરોનાની મહામારી વચ્ચે બેરોજગારી છીનવાઇ જવાથી લોકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. આવા જ વધુ એક બનાવમાં કણકોટના યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે.

જ્યારે દારૂ ન પીવાની પરિવારની સલાહ બાદ પ્રૌઢે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.કણકોટ ગામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઇ મકવાણા નામના યુવાને સોમવારે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. રાજેશને રૂમમાં લટકતો જોઇ પરિવારે તુરંત નીચે ઉતાર્યો હતો. અને 108ને જાણ કરી હતી.

108ની તપાસમાં રાજેશનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસની તપાસમાં રાજેશ મજૂરીકામ કરતો હતો, પરંતુ કોરોનાની મહામારીના સમયમાં કામકાજ નહિ મળવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. પત્ની અને પુત્રીનું ગુજરાન કેવી રીતે ચલાવશેની ચિંતામાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. સાત મહિના પહેલા જ રાજેશના મોટાભાઇ ચંદુભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. જ્યારે અન્ય એક બનાવમાં શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર સોસાયટી-11માં રહેતા ધીરૂભાઇ નોરાભાઇ બારૈયા નામના પ્રૌઢે તેમના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *