રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. બીજી લહેરમાં એક સમયે 1 હજારની આસપાસ પહોંચના આંકડો ઘટીને 20થી 30 કેસની વચ્ચે આવી ગયો છે. કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા ગામડાઓ ફરી કોરોમુક્ત તરફ આગળ વધી રહ્યા છે.
રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 42556 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 677 દર્દી સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે 3 કેસ જ નોંધાયા હતા. રાજકોટમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે પણ જ્યાં સુધી દરરોજ 0 મોત ન નોંધાય ત્યાં સુધી સારવારમાં રહેલા દર્દીઓની સ્થિતિ સારી છે તે કહી શકાય નહીં.
મંગળવારની સ્થિતિએ 24 કલાકમાં 1 દર્દીનું સાવારમાં મોત નીપજ્યું હતું. તેમજ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ક્રમશઃ ઘટીને 843 થયા છે. રાજકોટ સિવિલમાં ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટના ઇન્સ્ટોલેશન ચાલુ થયા છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યાનુસાર સિવિલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે. આજે બે પ્લાન્ટ આવી જશે. જેની ક્ષમતા 500 લિટર પ્રતિ મિનીટની હશે. સુપરસ્પ્રેડરે રસી લીધી કે નહિ તે તપાસ કરીને મનપા આવનારા સમયમાં કોઇપણ ચૂક ન રહે અને બધાએ વેક્સિન લીધી હોય તો ચેપ ફેલાય નહિ તેની તૈયારી કરી રહ્યું છે અને આ જ રીતે કામગીરી થાય તો જે લોકો રસી નથી લઈ રહ્યા તે પણ રસી લેતા ત્રીજી લહેરમાં જોખમ ઘટશે