મ્યુકરના દર્દીઓ ઘટી રહ્યા છે અને રોજ સ્મીમેરમાં માંડ 2થી 3 દર્દી જ દાખલ થઈ રહ્યા છે. હાલ સ્મીમેરમાં 44 દર્દી સારવાર હેઠળ છે જેમને સરકાર તરફથી ફ્રીમાં ઇન્જેક્શન મળે છે.
મોટાભાગની દર્દી 30 દિવસથી સારવાર હેઠળ છે છતાં તેમના નામે પાલિકાએ 8 કરોડના ઇન્જેક્શન-દવા ખરીદવાની તૈયારી કરી છે. 9 જૂને બહાર પાડેલા ટેન્ડરમાં બે કંપનીઓને કામ સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે. શાસકો દરખાસ્ત મંજૂર કરે છે કે કેમ તે સવાલ છે પણ રાજ્યભરમાં એકમાત્ર સુરત પાલિકા જરૂર ન હોવા છતાં દવાઓ ખરીદી રહી છે. આ દરખાસ્ત પાછળ કૌભાંડ હોવાની ચર્ચા છે.
નોંધનીય છે કે, સ્મીમેર હોસ્પિટલમાં હાલ રોજ માત્ર 2થી 3 દર્દી જ દાખલ થઈ રહ્યા છે અને સ્મીમેર તરફથી દર્દીઓ માટે માંગવામાં આવતા ઇન્જેક્શન સરકાર દ્વારા પૂરતા અપાય છે. હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે દવા અને ઇન્જેક્શનો પાછળ અધધ 7.87 કરોડના ખર્ચને લઇ પ્રશ્ન ઉભો થયો છે.