કોરોનાના દૈનિક કેસમાં છેલ્લા 16 દિવસથી સતત ઘટાડો થયા પછી મંગળવારે નવા કેસમાં માત્ર 1નો વધારો થયો હતો.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા હતા. સોમવારે આ આંક 47 હતો. જો કે, કોરોનાથી વધુ 2 દર્દીના મૃત્યુ થયા હતા. 135 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી.
હવે શહેરમાં માત્ર 1452 એક્ટિવ કેસ રહ્યા છે. દરમિયાન મંગળવારે 34,654 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેમાં 22092 પુરુષ અને 12,562 મહિલાનો સમાવેશ થાય છે. મંગળવારે 26 હજારથી વધુ યુવાનોએ રસી લીધી હતી.