શહેરના કેટલાક ઝોનમાં રસીકરણનું પ્રમાણ ઘણું નીચું છે. પૂર્વ ઝોનમાં માંડ 34.07 ટકા અને ઉત્તર ઝોનમાં 38.66 ટકા લોકોએ રસી લીધી છે.
જો કે ઉત્તર પશ્ચિમ ઝોન 79.88 ટકા રસીકરણ સાથે મોખરે છે. એ પછી 60.42 ટકા સાથે પશ્ચિમ ઝોનનો નંબર આવે છે. શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 47.56 ટકા લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધી 4.90 લાખ સિનિયર સિટીઝન અને 7.93 લાખ યુવકોએ રસી મુકાવી છે.
સૌથી વધુ 1.59 લાખ યુવકોએ પશ્ચિમ ઝોનમાં જ્યારે 1.42 લાખ યુવકોએ દક્ષિણ ઝોનમાં રસી મુકાવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 49,425 યુવકે વેક્સિન લીધી છે. 45થી 60ના વયજૂથમાં પશ્ચિમ ઝોનના 1.36 લાખ, ઉત્તર પશ્ચિમ ઝોનના 1 લાખ લોકોએ રસી લીધી છે. સૌથી વધુ 1.46 લાખ સિનિયર સિટીઝને પશ્ચિમ ઝોનમાં રસી લીધી છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 લાખે અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 90 હજાર વૃદ્ધોએ અત્યાર સુધી રસી મુકાવી છે.