અમદાવાદમાં નરોડા વિસ્તાર સ્થિત રાજ પેલેસ હોટલમાં ચાલતા સેક્સ રેકેટ નો પર્દાફાશ

નરોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ જી ડિવિઝનના એસીપીએ કરતાં સંચાલક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસને હોટલમાંથી પરપ્રાંતીય ત્રણ રૂપલલના પણ મળી આવી હતી. જેમનું નિવેદન લઇને છોડી મૂકવામાં આવી છે.

જે ડિવિઝનના એસીપી જે.પી.રાઓલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે પાટિયાથી નરોડા જવાના રોડ પર આવેલ રાજ પેલેસ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું.બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો અને ૫૦૦ રૂપિયાની નોટ આપીને હોટલમાં મોકલ્યો હતો.

ડમી ગ્રાહક હોટલમાં ગયો ત્યારે ત્રણ રૂપલલના બેઠી હતી. જેમાંથી તેને એક રૂપલલનાનેે પસંદ કરી અને તેની સાથે રૂમમાં ગયો હતો અને રૂમમાં જતાંની સાથે ગ્રાહકે એસીપીને મિસકોલ કરી દીધા હતા. જેના આધારે પોલીસની ટીમે રાજ પેલેસ હોટલમાં દરોડા પાડ્યા હતા. હોટલમાંથી પોલીસને ત્રણ પરપ્રાંતીય રૂપલલના મળી આવી છે ત્યારે સેક્સ રેકેટ ચલાવતા મેનેજર દિનેશ પરમાર અને ગજરાજસિંહ રાવ, લાલસિંહ રાવ અને ભંવરસિંહ રાવની ધરપકડ કરી હતી.

ત્રણેય રૂપલલના અલગ અલગ રાજ્યોની રહેવાસી છે અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાડાનાં મકાનમાં રહે છે. વહેલી સવારથી રૂપલલનાઓ હોટલમાં આવી જતી હતી અને મોડી રાતે તેમના ઘરે જતી હતી.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાજ પેલેસ હોટલનો રહેવા માટે નહીં પરંતુ સેક્સ રેકેટ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. દરેક ગ્રાહક પાસેથી ૫૦૦ થી ૨૦૦૦ સુધીના ભાવ વસૂલવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ હોટલમાં કોઇ રોજે રોજ રૂપલલના બદલાતી હતી. જેમાં હોટલનાે મેનેજર તેના ફોટોગ્રાફ્સ પાડીને ગ્રાહકોને વોટ્સઅપ પર મોકલતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *