રાજયમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે સી.એમ.નું મોટું નિવેદન, પરિસ્થિતિ ખરાબ થશે તો નિયંત્રણ ફરીથી અમલમાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સીએમ રૂપાણીએ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે છૂટછાટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જો પરિસ્થિતિ ખરાબ થશે તો ફરીથી નિયંત્રણ લગાવવામાં ઘડીભરનો વિચાર નહીં કરવામાં આવે અને પાછા નિયમો લાગુ કરી દેવામાં આવશે.
કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો પણ સમયની સાથે સ્થિતિ કાબૂમાં લીધી હતી પરંતુ હજુ કોરોના મહામારી ગઈ નથી ત્યારે સીએમ રૂપાણીએ કહ્યું કે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે બીજી લહેરના કેસ ઘટી રહ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરી લીધો છે પરંતુ એનો અર્થ એવો નથી કે કોવિડ પૂરો થઈ ગયો છે.