ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ

કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ. દેશમાં એક તરફ લોકો કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકોના ધંધા- રોજગાર ઠપ થઇ ચુકયાં છે.

તો બીજી તરફ પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના વધી રહેલાં ભાવોએ લોકોની કમર તોડી નાંખી છે. દેશના કેટલાય શહેરોમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયાં છે. ઇંધણના ભાવ વધવાના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધતાં લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાય ગયાં છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની હાલત અંત્યંત દયનીય બની રહી છે. ઇંધણના વધતાં ભાવના વિરોધમાં શુક્રવારના રોજ કોંગ્રેસે રાજયવ્યાપી દેખાવો કર્યા હતાં.

ભરૂચમાં સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો યોજયાં હતાં અને ભાજપ સરકારની વિરૂધ્ધમાં નારેબાજી કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા, પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ વિકકી શોખી, વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદ, યુવા કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ ભરુચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલપંપનો ઘેરાવો કરવા કુચ કરી હતી પણ પોલીસે રસ્તામાં જ તેમની અટકાયત કરી લીધી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *