ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્થળ હતાં. જેમાંથી ગામલોકોએ નદીમાંથી બે યુવાનોને બહાર કાઢયાં હતાં પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. જયારે બે યુવાનો લાપત્તા હોવાથી તેમની શોધખોળ શરૂ કરાય છે.
છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં નર્મદા નદી સુકીભઠ બની હતી જેના કારણે કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓ ઘટી ગયાં હતાં. પણ છેલ્લા બે વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળરાશિ વધી છે અને નદીના પાણી પણ શુધ્ધ બની ગયાં છે.
કબીરવડ ખાતે નર્મદા નદીના પાણી છીછરા હોવાથી સહેલાણીઓ નદીમાં ન્હાવાનો આનંદ મેળવવા આવતાં હોય છે. ગુરૂવારના ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મસ્જિદ પાસે રહેતા અને નજીકમાં હોટલ સાઈટમાં ફર્નિચરનું કામ કરતા યુવાનો કબીરવડ ખાતે ફરવા ગયા હતા
જેમાં આઠ યુવાનો પૈકી ચાર યુવાનો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતાં. જેમાં પાણીની ઉંડાઇના ખ્યાલ ન રહેતાં ચારેય નદીમાં ડુબવા લાગ્યાં હતાં. ગામલોકોએ ચારેય યુવાનોને ડુબતા જોતા નદીમાં ઝંપલાવ્યું હતું. ગામલોકો બે યુવાનોને ખેંચીને કિનારા પર લાવ્યાં હતાં પણ બંને યુવાનોનો જીવ બચાવી શકાયો ન હતો. અન્ય બે યુવાનો નદીમાં લાપત્તા બન્યાં છે. બનાવની જાણ થતાં ભરૂચથી નગરપાલિકાના લાશ્કરો કબીરવડ ખાતે રવાના થયાં હતાં.