પાટણના સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે ટોપલા ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આશરે 500 જેટલી મહિલાઓ ટોપલા ઉજવણી માટે એકત્ર થતા સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં.જેમા મોટા ભાગની મહિલાઓએ માસ્ક પણ નહોતું પહેર્યુ. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હોવા છતાં સ્થાનિક પોલીસ સમગ્ર મામલે અજાણ હોવાનું પણ સામે આવ્યુ છે.
ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ વધશે તો તેના માટે કોણ જવાબદાર એવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.