કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ઝારખંડમાંથી હેવાનિયતની તમામ હદો પાર કરતી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે,જેના લઈને બાળકીઓના સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.
હકીકતમાં, ઝારખંડ જીલ્લાના પલામૂ જિલ્લામાંથી આ દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં નરાધમોએ તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની નિર્મમ હત્યા કરી દીધી છે.મળતી માહિતી મુજબ, આ ઘટના પલામુ જીલ્લાની છે, જ્યાં ગત 7 જૂનના રોજ સવારે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ આરંભી હતી, પરંતુ ત્યારબાદ ત્યારબાદ કોઈ ભાળ ન મળતા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *